PUC Certificate Download: ઘરે બેઠા ડાઉનલોડ કરો પીયુસી સર્ટિફિકેટ, સંપૂર્ણ માહિતી મેળવો અહીંથી.

PUC Certificate Download: ઘરે બેઠા ડાઉનલોડ કરો પીયુસી સર્ટિફિકેટ, સંપૂર્ણ માહિતી મેળવો.

PUC Certificate Download: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ભારતના નાગરિકોને પોતાની સાથે અમુક ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. જેમાં,સર્ટિફિકેટ (RC Book), વીમા પૉલિસી, પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમાવેશ થાય છે.





PUC Certificate Download: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ભારતના નાગરિકોને પોતાની સાથે અમુક ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. જેમાં,સર્ટિફિકેટ (RC Book), વીમા પૉલિસી, પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે હોવા જરૂરી છે. PUC સર્ટિફિકેટ શું છે?, તે કઈ રીતે મેળવી શકાય, પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે આ તમામ વિગતો મેળવવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

પોસ્ટનું નામપીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ
સત્તાવાર વિભાગરોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબસાઈટhttps://puc.parivahan.gov.in/puc/
સુવિધાPUC ઓનલાઈન ડાઉનલોડ

MoRTH (Ministry of Road Transport and Highways):

આ સંસ્થા દ્વારા વાયુ પ્રદુષણ નિયંત્રણ કરવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા તમારા વાહન થી કેટલું પ્રદૂષણ થાય છે તેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. આ સંસ્થા દ્વારા દેશમાં પ્રદૂષણ ઘટાડવા નો પ્રયાસ કરવામાં આવે છે.સમગ્ર દેશમાં અનેક PUC કેન્દ્રો સક્રિયપણે કાર્યરત છે, જે તમારા વાહનો માટે PUC સર્ટિફિકેટ નીકાળવામાં મદદ કરે છે.

PUC સર્ટિફિકેટ શું છે? 

PUC એટલે પોલ્યુશન અંડર કન્ટ્રોલ. પીયુસી સર્ટિફિકેટ પ્રદૂષણ નિયંત્રણ સર્ટીફીકેટ તરીકે ઓળખાય છે. તમારા વાહનના પ્રદૂષણ સ્તર નું મૂલ્યાંકન કર્યા બાદ પિયુસી કેન્દ્ર દ્વારા આ સર્ટિફિકેટ ચારે કરવામાં આવે છે. Union Ministry of Road Transport and Highways (MoRTH) ની સૂચનાઓ અનુસાર, પીયુસી કેન્દ્ર વિવિધ પ્રદૂષણ પરીક્ષણો કરે છે અને પછી પાલન પુરાવા રૂપે પીયુસી સર્ટિફિકેટ જાહેર કરે છે. દરેક નાગરિક પાસે પીયુસી સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. પીયુસી સર્ટિફિકેટ એ દર્શાવે છે કે તમારું વાહન કાનૂની પ્રદૂષણ મર્યાદાઓમાં છે.

પીયુસી સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?

PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે વેબકેમ માં તમારા બાઇકની નંબર પ્લેટ ની ઈમેજ અપલોડ કરો. વેબકેમ તમારા બાઈકના નંબર પ્લેટ નો ફોટો લે છે. તથા વાહનની માહિતી દાખલ કરતી વખતે ધુમાડાના પાયમાનો રેકોર્ડ કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવે છે. તમે તમારા પસંદ ના સમયે PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

તમે જ્યારે નવું બાઈક ખરીદો છો ત્યારે કંપની દ્વારા તમને પીયુસી સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે એક વર્ષ માટે વેલીડ હોય છે. એક વર્ષ પછી દર છ મહિને બાઇકની ટેસ્ટ અને રીન્યુઅલ માટે પીયુસી સેન્ટર પર જવું જરૂરી હોય છે. જો કોઈ વાહન નિર્ધારિત પ્રદૂષણ મર્યાદા ઓળંગે છે તો તેની સર્ટિફિકેટ ની માન્યતા તે મુજબ નક્કી કરવામાં આવે છે. અને આ અંગેની તમામ માહિતી આર.ટી.ઓ. ઓફિસને મોકલવામાં આવે છે.

પિયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો સ્ટેપ બાય સ્ટેપ:

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  2. PUCC વિકલ્પ પસંદ કરો.
  3. હવે,PUC સર્ટિફિકેટ મેનુ પર ક્લિક કરો.
  4. હવે રજીસ્ટ્રેશન નંબર લખો.
  5. CASE NUMBER ના છેલ્લા પાંચ અંક લખો.
  6. કેપ્ચા કોડ દાખલ કરો.
  7. પીયુસી ડીટેલ બટન પર ક્લિક કરો.
  8. હવે,PUC ની બધી માહિતી બતાવશે જે તમે ડાઉનલોડ કરી શકો છો. અને તેની પ્રિન્ટ કરાવી શકો છો.

મિત્રો પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે તમારે નજીકના કોઈપણ પીયુસી સેન્ટર છે એ તમારા વ્હીકલનું પરીક્ષણ કરાવવાનું રહેશે ત્યારબાદ જ તમે ઓનલાઇન તેનું સર્ટિફિકેટ ગમે ત્યારે તેની પ્રમાણે વેલીડીટી પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો.

PUC સર્ટીફીકેટમાં આપવામાં આવતી માહિતી:

  • PUC Certificate Number
  • Vehicle Registration Number
  • Date of Registration
  • Mobile Number
  • Emission Name
  • Fuel Type
  • PUC Code
  • Date Issued by the PUC
  • PUC Submission Time
  • Validity Date of PUC
  • Vehicle Number Plate
  • Information About Planned Tests

મહત્વની લીંક:

પીયુસી સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવાઅહી ક્લિક કરો

My Ration App Gujarat Ration Card eKYC Kaise Kare 2024 ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો Ration Card E KYC Gujarat 2024 kyc online, ration card e-kyc online gujarat

Ration Card e-Kyc Online Gujarat: રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC.





આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC online 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે. ration card e-kyc gujarat
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024

  1. e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  2. રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  3. કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  4. e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC માટે

  • રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો. Ration Card online check Gujarat
  • કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણી થી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
  • સંમતિ (consent) માટે ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર OTP જનરેટ કરો‘ બટન પર ક્લિક કરો.
  • મળેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો‘ બટન પર ક્લિક કરો. ration card e-kyc online gujarat
  • જો OTP સાચું હશે, તો સફળતાનો સંદેશ મળશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.

આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું nfsa.gov.in ration card kyc gujarat

  • ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.
  • ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
  • ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
  • eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.

  • રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App  Gujarat Ration Card eKYC Kaise Kare 2024

  • રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.
  • મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
  • ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.

Download Aadhaar card in Gujarati | માત્ર 1 મિનિટ માં આધાર કાર્ડ Download કરો | Download Aadhaar card in Gujarati

Download Aadhaar card in Gujarati

આધાર કાર્ડ Download: આજના સમયમાં ભારતના નાગરિક માટે આધાર કાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. કોઈપણ કામ માં તમે આધાર કાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધાર કાર્ડ હોય તો કેવું સારું રહેશે. by shekhsanjay

 


 

 

તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો અને તે આધાર કાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે Aadhaar card Download નહીં કરી શકો.

જો તમને ખબર નથી કે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક નથી તો તમે તે ચેક કરી શકો છો. તેના માટે આ આર્ટીકલ વાંચી શકો છો. 

આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online PDF In Gujarati

e Aadhar Card Download કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

STEP 1: આધાર કાર્ડ Download કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે . 

Official Website : https://eaadhaar.uidai.gov.in/

 

 

STEP 2: ત્યારબાદ તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો – 3 Way To Download Aadhar Card PDF Online

  1. આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
  2. Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં  Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ Download કરી શકો છો 
  3. Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.


તમારી પાસે જે પણ નંબર ઉપલબ્ધ હોય તે દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.

ત્યારપછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.

 

STEP 3 : OTP દાખલ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે Do you want a masked Aadhaar? એનો મતલબ કે જે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ને આવશે એમ આધાર નંબર પહેલા ચાર અંક જ જોવા મળશે બાકી xxxx આવશે.

જો તમારે આધાર કાર્ડ નંબર દેખાય એવું ડાઉનલોડ કરવું હોય તો તમારે OTP નાખી ને Verify And Download બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

STEP 4 : હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF  પાસવર્ડથી સુરક્ષિત હશે.

આધાર કાર્ડ Download થયું તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.



MAadhaar Application દ્વારા આધાર કાર્ડ Download કરો

STEP 1 : જો તમે mAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમારે mAadhaar Application Playstore અથવા Appstore માંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

 

 

mAadhaar Application ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર સાથે એપ્લિકેશનમાં લોગીન કરવાનું રહેશે. એટલે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે એપ્લિકેશનમાં દાખલ કરવાનો રહેશે.

STEP 2 :ત્યારબાદ તમારી સામે Download Aadhar નામનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

 

 

STEP 3 : પછી તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે Masked Aadhar કાર્ડ ડાઉનલોડ કરવું છે. તે સિલેકટ કરવાનું રહેશે.

STEP 4 : ત્યારબાદ તમારી સામે ત્રણ ઓપ્શન જોવા મળશે કે તમે કયા નંબર દ્વારા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો. 



જો તમારી પાસે આધાર નંબર છે તો પેલું ઓપ્શન પર ક્લિક કરીને તમે આધાર નંબર દાખલ કરીને આધાર કાર્ડ Download કરી શકો છો.

STEP 5 : ત્યારબાદ તમારે આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરવાના રહેશે અને Request OTPOTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. 

STEP 6 : પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે અહીંયા દાખલ કરીને તમારો આધાર કાર્ડ PDF ડાઉનલોડ થઈ જશે.

પછી એ આધાર કાર્ડ માં પાસવર્ડ હશે જે તમારા પહેલા નામના ચાર અક્ષર કેપિટલમાં હશે અને પછી તમારે તમારું જન્મનું વર્ષ લખવાનું રહેશે એટલે તમારું પીડીએફ ખુલી જશે.

તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો.

 

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?

જવાબ : https://myaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ છે.

પ્રશ્ન 2 : આધાર કાર્ડ Download કરી એનો પાસવર્ડ શું હોય છે. 

દા. ત. તમારું નામ Ramesh A Parmar છે, જન્મ તારીખ 15/09/1990 (તો paasword RAME1990 હશે.)

PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો, આ રીતે કરો અરજી

 

PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો, આ રીતે કરો અરજી


 


આજના સમય માં આધાર કાર્ડ એ ખુબજ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે દરેક વ્યક્તિ માટે. અને તેના વિના ઘણા કામ અટકી પડી શકે છે અને કશું કામ થઇ શકતું નથી. આધાર કાર્ડ ઘણી બધી જગ્યા એ અગત્યનું છે જેમકે કોઈ પ્રૂફ માટે, બર્થ પ્રૂફ તરીકે પણ માન્ય છે. પોસ્ટ ઓફીસ થી લઇ પાસપોર્ટ સુધી દરેક કામ માં આધાર કાર્ડની જરૂર પડે છે. UIDAI આધાર જારી કરતી સંસ્થા દ્વારા સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. આ માટે આપે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના દરેક અપડેટથી વાકેફ રહેવું જોઈએ.

આધાર PVC શું છે?

“ઓર્ડર આધાર પીવીસી કાર્ડ” એ યુઆઈડીએઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવા ચાર્જ ચૂકવીને પીવીસી કાર્ડ પર તેમની આધાર વિગતો છાપવાની સુવિધા આપે છે. જે નિવાસીઓ પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તેઓ નોન-રજિસ્ટર્ડ/અલ્ટરનેટ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પણ ઓર્ડર આપી શકે છે.


આધાર પીવીસી કાર્ડ”ની સુરક્ષા વિશેષતાઓ શું છે?
આ કાર્ડ સુરક્ષા વિશેષતાઓ ધરાવે છે, જેમ કે:

સુરક્ષિત QR કોડ
હોલોગ્રામ
માઇક્રો લખાણ
ઘોસ્ટ ઇમેજ
તારીખ અને પ્રિન્ટ તારીખ જારી કરો
ગીલોચે ભાત
એમ્બોસ થયેલ આધાર લોગો
જુઓ કેટલો ખર્ચ થશે?

જો તમે પણ ઓર્ડર કરવા માંગતા હોવ તો તમે કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવાર માટે ઓર્ડર પણ આપી શકો છો. UIDAI આધાર PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.


 

આ રીતે ઓર્ડર કરો PVC આધાર કાર્ડ ઓનલાઇન
 
સૌપ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ની મુલાકાત લો.
હવે, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ સેવા પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
હવે અહીં તમે તમારો સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
હવે ‘ટર્મ્સ એન્ડ કંડીશન્સ’ની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
તે પછી OTP ભરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
હવે આધારની વિગતોના પૂર્વાવલોકન માટે એક સ્ક્રીન પોપ અપ થશે તેના પર જાઓ.
હવે તેની ચકાસણી પછી, ‘પેમેન્ટ કરો’ પસંદ કરો.
ત્યારબાદ, આગલા પગલામાં, તમારા ચુકવણી વિકલ્પો માટે ફી વિકલ્પો દેખાશે.
આ પછી, સફળ ચુકવણી પછી, તમને ડિજિટલ હસ્તાક્ષર સાથે એક રસીદ પ્રાપ્ત થશે જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ નિવાસીઓની સુવિધા માટે સમયાંતરે આધારના વિવિધ સ્વરૂપો રજૂ કર્યા છેઃ

Aadhaar Letter: ઇશ્યૂ ડેટ અને પ્રિન્ટ ડેટ સાથે સુરક્ષિત ક્યૂઆર કોડ સાથે કાગળ-આધારિત લેમિનેટેડ લેટર. નવી નોંધણી અથવા ફરજિયાત બાયોમેટ્રિક અપડેટના કિસ્સામાં આધાર પત્ર સામાન્ય ટપાલ દ્વારા નિવાસીને વિના મૂલ્યે મોકલવામાં આવે છે. જા આધાર પત્ર ખોવાઈ જાય અથવા નાશ પામે, તો નિવાસી યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી રૂ।. ૫૦/- ના ખર્ચે ઓનલાઈન પુનઃમુદ્રણનો ઓર્ડર આપી શકે છે. રિપ્રિન્ટેડ આધાર લેટર નિવાસીને સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.

eAadhaar: ઈઆધાર એ આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે, જેના પર યુઆઈડીએઆઈ દ્વારા ડિજિટલી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ઇશ્યૂ ડેટ અને ડાઉનલોડ તારીખ સાથે ઓફલાઈન ખરાઈ માટે આધાર સિક્યોર ક્યુઆર કોડ ધરાવે છે અને તે પાસવર્ડથી સંરક્ષિત છે. નિવાસી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી ઈઆધાર/માસ્કવાળું ઈઆધાર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
mAadhaar: એમઆધાર એ યુઆઈડીએઆઈ દ્વારા વિકસિત એક સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન છે જે મોબાઇલ ઉપકરણ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. એમઆધાર એપ નિવાસીના મોબાઇલ ઉપકરણ પર ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર/આઇઓએસ પર ઉપલબ્ધ છે. તે આધાર નંબર ધારકોને સીઆઈડીઆર સાથે નોંધાયેલી તેમની આધાર વિગતો સાથે લઈ જવા માટે ઇન્ટરફેસ પ્રદાન કરે છે જેમાં વસ્તી વિષયક માહિતી અને ફોટોગ્રાફ સાથે આધાર નંબર શામેલ છે. તેમાં ઓફલાઇન ચકાસણી માટે આધાર સુરક્ષિત ક્યૂઆર કોડ છે. ઇઆધારની જેમ, દરેક આધાર નોંધણી અથવા અપડેટ સાથે એમઆધાર પણ આપમેળે જનરેટ થાય છે અને તેને વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

Aadhaar PVC Card: આધાર પીવીસી કાર્ડ યુઆઈડીએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલ આધારનું લેટેસ્ટ ફોર્મ છે. પીવીસી સ્થિત આધાર કાર્ડમાં પરિવહન કરવામાં સરળ અને ટકાઉ હોવા ઉપરાંત, ડિજિટલ રીતે સહી કરેલ આધાર સુરક્ષિત ક્યૂઆર કોડ છે, જેમાં બહુવિધ સુરક્ષા સુવિધાઓ સાથે ફોટોગ્રાફ અને જનસાંખ્યિક વિગતો આપવામાં આવી છે. આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને uidai.gov.in અથવા resident.uidai.gov.in દ્વારા અને રૂ. 50/- નો નજીવો ચાર્જ ચૂકવીને ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. આધાર પીવીસી કાર્ડ નિવાસીના સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.

શું હું કોઈ પણ પ્રકારનું આધાર રાખવાનું અને તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકું છું?
હા. નિવાસીઓ આધારના એક અથવા વધુ સ્વરૂપો રાખવાનું પસંદ કરી શકે છે. રહેવાસીઓ તેમની સુવિધા મુજબ આધારના કોઈપણ સ્વરૂપનો ઉપયોગ કરવાનું પણ પસંદ કરી શકે છે. આધારના તમામ સ્વરૂપો ઓળખના પુરાવા તરીકે સમાનરૂપે માન્ય છે, જેમાં આધારના એક સ્વરૂપને અન્ય પર કોઈ પસંદગી આપવામાં આવી નથી.